શ્રી ખોંભડી પાટીદાર સનાતન સમાજ

નો અશંત: ઇતિહાસ

જયશ્રી લક્ષ્મીનારાયણ ભગવાન

મંદિરની નગરી કહો જ્યાં મંદિરો અનેક છે.

મેકરણ દાદાની જન્મભૂમિ હિંદુસ્થાનમાં પ્રખ્યાત છે. દ્વારકા પીઠ જગદગુરુ ના પાવન પગલાં થી આ ભુમી પાવન છે. નવરાત્રીથી પ્રખ્યાત આ એ જ ખમીરવંતી ખોંભડી છે.

ભૌગોલિક દ્રષ્ટિએ ભુજ જિલ્લા મથકથી ૭૦ કિલો મીટર ના અંતરે કચ્છની ધીંગી ઘરા પાર આવેલ ડુંગરમાળાથી ઘેરાયેલ તેમજ ગઢની તળેટીમાં વસેલ હરિયાળું ગામ એટલે આપણું આ ખોંભડી ગામ. આપણા ગામનો ઇતિહાસ જોઈએ તો સવંત ૧૭૦૩ માં કડવા પાટીદાર સમાજના રવાણી અને પજવણી પરિવારના વડવાઓએ ખોંભડી ગામ નું તોરણ બાંધેલ અને સૌ પ્રથમ ગામમાં પ્રવેશ કરેલ ને ત્યારબાદ ચૌહાણ અને ભગત પરિવાર સહીત અન્ય પરિવારોના લોકો ગામમાં આવી વસ્યા હતા. હાલ માં શ્રી ખોંભડી પાટીદાર સનાતન સમાજમાં કુલ ૨૦ નુખોના અંદાજે ૧૦૩૦ પરિવારો છે. જેની જન સંખ્યા અંદાજે ૬૮૦૦ ની છે

ખોંભડી ગામનું ક્ષેત્રફળ ૧૪૬૦ એકર છે. જેમાંથી ૧૧૦૦ એકરમાં ખેતીવાડી છે.

ખોંભડી ગામમાં વસતા દરેક પરિવારો હળીમળીને રહે છે. તથા સુખ દુઃખમાં એકબીજાની પડખે ઉભા રહે છે. કોઈપણ ગામ કે સમાજની પ્રગતિ ત્યારે જ થાય છે જયારે ગામ કે સમાજના લોકો જાગૃત હોય ગામ અને સમાજના વિકાસ તેમજ લોક જાગૃતિ અર્થે વિક્રમ સવંત ૨૦૦૦ ને સને ૧૯૪૪ માં કડવા પાટીદાર સમાજના વાગડીયા, ભગત, વાસાણી તેમજ અન્ય પરિવારોના સુધારાવાદી વડીલો દ્વારા "સનાતન સમાજ" ની રચના કરવામાં આવી અને ધાર્મિક સમાજીક સેવાકીય અને ગામ વિકાસના કર્યો કરવાની શરૂઆત કરવામાં આવેલ જે આજ પ્રયાત ચાલુ જ છે.

કડવા પાટીદાર સમાજના આરાધ્યદેવ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની સેવા પૂજા ને ભક્તિ આરાધના કરવા અર્થે વિક્રમ સવંત ૨૦૦૨ અને વૈશાખ સુદ પૂનમને રવિવાર તારીખ ૧૬-૦૫-૧૯૪૬ ના શુભ દિવસે ને શુભ મુહૃતે ગામમાં અન્ય હિન્દૂ પરિવારના સહકાર સાથે સંતશ્રી ઓધવરામની પ્રેરણા અને સંતશ્રી દયારામજીની ઉપસ્થિથી અને માર્ગદર્શનથી શ્રી લક્ષ્મીનારાય ભગવાનની પાનમુર્તિની સ્થાપના સનાતન સમાજના વડીલો દ્વારા કરવામાં આવેલ. જે પાનમુર્તિ આજે પણ શિખરબંધ મંદિરમાં બિરાજમાન છે.

આગળ વાંચવા અહીં ક્લિક કરો

Download History

Khombhdi Patidar Sanatan Samaj Download